આપણા ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે તેમાં ખાસ કરીને હિન્દુ ધર્મમાં જ્યોતિષ વિદ્યામાં ખૂબ જ માનવામાં આવે છે. રાશિ (Zodiac) પરથી જ વ્યક્તિઓ ના નામ રાખવામાં આવે છે. જ્યોતિષ વિદ્યા પ્રમાણે રાશિનું ઘણું મહત્વ હોય છે.
![]() |
૧૨ રાશિઓના નામ |
દરેક વ્યક્તિ નું નામ તેના પહેલા અક્ષર પર નિર્ભર હોય છે અને તે રાશિઓ દ્વારા નક્કી કરવામાં આવે છે.
જ્યોતિષ વિદ્યા પ્રમાણે કુલ ૧૨ રાશિ હોય છે અને આ રાશિઓ ચાર તત્વો ની બનેલી હોય છે જેમ કે વાયુ, અગ્નિ, પૃથ્વી અને જળ.
આ પોસ્ટ માં રાશિઓની ટૂંકમાં માહિતી અને તેની સંજ્ઞા સહિત આપવામાં આવી છે, એ પણ સંપૂર્ણ આપણી માતૃભાષા માં જેથી કરીને આપણે તેને સરળતાથી સમજી શકીએ.
Zodiac/Horoscope Name In Gujarati | રાશિઓના નામ
રાશિઓના નામ તેેેની સંજ્ઞા સહિત : Gujarati Rashi
૧) મેષ રાશિ (Aries) :

આ રાશિનું ચિહ્ન એક ઘેટાં નું છે. મંગળ ગ્રહ ને મેષ રાશિના સ્વામી સ્વરૂપે માનવામાં આવ્યા હતા. મેષ રાશિમાં અગ્નિ એ લોકો નું તત્વ છે.
જે પણ વ્યક્તિ નું નામ ચૂ, ચે, ચો, લા, લી, લૂ, લે, લો, આ, પરથી હોય તેવા વ્યક્તિઓની મેષ રાશિ હોય છે. મેષ રાશિમાં (અ,લ,ઈ) આ ત્રણ અક્ષર નો સમાવેશ થાય છે.
મેષ રાશિ (અ,લ,ઈ) માટે છોકરી/છોકરાઓના નામ
૨) વૃષભ રાશિ (Taurus) :

આ રાશિનું ચિહ્ન એક બળદ છે. શુક્ર ગ્રહ ને વૃષભ રાશિના સ્વામી સ્વરૂપે માનવામાં આવ્યા હતા. વૃષભ રાશિમાં પૃથ્વી એ લોકો નું તત્વ છે.
જે પણ વ્યક્તિ નું નામ ઇ, ઉ, ઓ, વા, વી, વૂ, વે, વો, પરથી હોય તેવા વ્યક્તિઓની વૃષભ રાશિ હોય છે. વૃષભ રાશિમાં (બ,વ,ઉ) આ ત્રણ અક્ષર નો સમાવેશ થાય છે.
૩) મિથુન રાશિ (Gemini) :

આ રાશિનું ચિહ્ન એક નર અને નારીનું છે. બુધ ગ્રહ ને મિથુન રાશિના સ્વામી સ્વરૂપે માનવામાં આવ્યા હતા. મિથુન રાશિમાં વાયુ એ લોકો નું તત્વ છે.
જે પણ વ્યક્તિ નું નામ કા, કી, કૂ, ઘ, ડ, છ, કે, કો, હ પરથી હોય તેવા વ્યક્તિઓની મિથુન રાશિ હોય છે. મિથુન રાશિમાં (ક,છ,ઘ) આ ત્રણ અક્ષર નો સમાવેશ થાય છે.
મિથુન રાશિ (ક,છ,ઘ) માટે છોકરી/છોકરાઓના નામ
૪) કર્ક રાશિ (Cancer) :

આ રાશિનું ચિહ્ન એક કરચલો છે. ચંદ્રમાં ને કર્ક રાશિના સ્વામી સ્વરૂપે માનવામાં આવ્યા હતા. કર્ક રાશિમાં જળ એ લોકો નું તત્વ છે.
જે પણ વ્યક્તિ નું નામ હી, હૂ, હે, હો, ડા, ડૂ, ડી, ડે, ડો પરથી હોય તેવા વ્યક્તિઓની કર્ક રાશિ હોય છે. કર્ક રાશિમાં (ડ,હ) આ બે અક્ષર નો સમાવેશ થાય છે.
કર્ક રાશિ (ડ,હ) માટે છોકરી/છોકરાઓના નામ
૫) સિંહ રાશિ (Leo) :

આ રાશિનું ચિહ્ન એક સિંહ છે. સૂર્ય ને સિંહ રાશિના સ્વામી સ્વરૂપે માનવામાં આવ્યા હતા. સિંહ રાશિમાં અગ્નિ એ લોકો નું તત્વ છે.
જે પણ વ્યક્તિ નું નામ મેં, મા, મી, મૂ, મે, મો, ટા, ટી, ટૂ, ટે પરથી હોય તેવા વ્યક્તિઓની સિંહ રાશિ હોય છે. સિંહ રાશિમાં (મ,ટ) આ બે અક્ષર નો સમાવેશ થાય છે.
સિંહ રાશિ (મ,ટ) માટે છોકરી/છોકરાઓના નામ
૬) કન્યા રાશિ (Virgo) :

આ રાશિનું ચિહ્ન એક નારીનું છે. બુધ ગ્રહ ને કન્યા રાશિના સ્વામી સ્વરૂપે માનવામાં આવ્યા હતા. કન્યા રાશિમાં પૃથ્વી એ લોકો નું તત્વ છે.
જે પણ વ્યક્તિ નું નામ ઢો, પા, પી, પૂ, ષ, ણ, ઠ, પે, પો, પરથી હોય તેવા વ્યક્તિઓની કન્યા રાશિ હોય છે. કન્યા રાશિમાં (પ,ઠ,ણ) આ ત્રણ અક્ષર નો સમાવેશ થાય છે.
૭) તુલા રાશિ (Libra) :

આ રાશિનું ચિહ્ન એક નર પોતાની હાથમાં ત્રાજવું પકડ્યું હોય તેવું છે. શુક્ર ગ્રહ ને તુલા રાશિના સ્વામી સ્વરૂપે માનવામાં આવ્યા હતા. તુલા રાશિમાં વાયુ એ લોકો નું તત્વ છે.
જે પણ વ્યક્તિ નું નામ રા, રી, રુ, રે, રો, તા, તી, તૂ, તે પરથી હોય તેવા વ્યક્તિઓની તુલા રાશિ હોય છે. તુલા રાશિમાં (ર,ત) આ બે અક્ષર નો સમાવેશ થાય છે.
તુલા રાશિ (ર,ત) માટે છોકરી/છોકરાઓના નામ
૮) વૃશ્ર્વિક રાશિ (Scorpio) :

આ રાશિનું ચિહ્ન વીંછી છે. મંગળ ગ્રહ ને વૃશ્ર્વિક રાશિના સ્વામી સ્વરૂપે માનવામાં આવ્યા હતા. વૃશ્ર્વિક રાશિમાં જળ એ લોકો નું તત્વ છે.
જે પણ વ્યક્તિ નું નામ તો, ના, ની, નૂ, ને, નો, યા, યી, યૂ પરથી હોય તેવા વ્યક્તિઓની વૃશ્ર્વિક રાશિ હોય છે. વૃશ્ર્વિક રાશિમાં (ન,ય) આ બે અક્ષર નો સમાવેશ થાય છે.
વૃશ્ર્વિક રાશિ (ન,ય) માટે છોકરી/છોકરાઓના નામ
૯) ધન રાશિ (Sagittarius) :

આ રાશિનું ચિહ્ન એક નરના હાથમાં ધનુષ હોય તેવું છે. ગુરુ ગ્રહ ને ધન રાશિના સ્વામી સ્વરૂપે માનવામાં આવ્યા હતા. ધન રાશિમાં અગ્નિ એ લોકો નું તત્વ છે.
જે પણ વ્યક્તિ નું નામ યે, યો, ભા, ભી, ભૂ, ભે, ધા, ફા, ઢા પરથી હોય તેવા વ્યક્તિઓની ધન રાશિ હોય છે. ધન રાશિમાં (ભ,ધ,ફ,ઢ) આ ચાર અક્ષર નો સમાવેશ થાય છે.
૧૦) મકર રાશિ (Capricorn) :

આ રાશિનું ચિહ્ન એક હરણ નું મોઢું છે. શનિ ગ્રહ ને મકર રાશિના સ્વામી સ્વરૂપે માનવામાં આવ્યા હતા. મકર રાશિમાં પૃથ્વી એ લોકો નું તત્વ છે.
જે પણ વ્યક્તિ નું નામ ભો, જા, જી, ખી, ખૂ, ખે, ખો, ગા, ગી પરથી હોય તેવા વ્યક્તિઓની મકર રાશિ હોય છે. મકર રાશિમાં (ખ,જ) આ બે અક્ષર નો સમાવેશ થાય છે.
મકર રાશિ (ખ,જ) માટે છોકરી/છોકરાઓના નામ
૧૧) કુંભ રાશિ (Aquarius) :

આ રાશિનું ચિહ્ન એક નર ના ખભા પર કળશ હોય છે. શનિ ગ્રહ ને કુંભ રાશિના સ્વામી સ્વરૂપે માનવામાં આવ્યા હતા. કુંભ રાશિમાં વાયુ એ લોકો નું તત્વ છે.
જે પણ વ્યક્તિ નું નામ ગૂ, ગે, ગો, સા, સી, સૂ, સે, સો, દા પરથી હોય તેવા વ્યક્તિઓની કુંભ રાશિ હોય છે. કુંભ રાશિમાં (ગ,શ,ષ) આ ત્રણ અક્ષર નો સમાવેશ થાય છે.
કુંભ રાશિ (ગ,શ,ષ) માટે છોકરી/છોકરાઓના નામ
૧૨) મીન રાશિ (Pisces) :

આ રાશિનું ચિહ્ન બે માછલીઓનું છે. બૃહ્સપતી ને મીન રાશિના સ્વામી સ્વરૂપે માનવામાં આવ્યા હતા. મીન રાશિમાં જળ એ લોકો નું તત્વ છે.
જે પણ વ્યક્તિ નું નામ દી, દૂ, થ, જ્ઞ, ત્ર, દે, દો, ચા, ચી પરથી હોય તેવા વ્યક્તિઓની મીન રાશિ હોય છે. મીન રાશિમાં (દ,ચ,ઝ,થ) આ ચાર અક્ષર નો સમાવેશ થાય છે.
મીન રાશિ (દ,ચ,ઝ,થ) માટે છોકરી/છોકરાઓના નામ
Conclusion:
મિત્રો તો આ હતી સંપૂર્ણ માહિતી રાશિઓની તેની સંજ્ઞા સહિત તેમજ આ બધી રાશિઓનો ઉપયોગ ત્યારે જ કરવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિ નું નામ ગ્રહ અને નક્ષત્ર જોઈને રાખવાનું હોય છે, આ બધી રાશિઓ પરથી વ્યક્તિ નું ચરિત્ર અને સ્વભાવ કેવો હોય છે તે પણ જાણી શકાય છે.
Tags: રાશિ પરથી છોકરી/છોકરાઓના નામ, ગુજરાતી નામાવલી, ગુજરાતી બાળકના ગુજરાતી બેબી નામાવલી, Gujarati Bal Namavali, Boys and Girls Names by Zodiac Signs
નામાવલી - નામ રાશિચક્રના આધારે: